સુરતનાં કોસાડ ગામ ખાતે બસ સ્ટેન્ડ પર સવારે ઉભેલી એક સીટી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી હતી. આ ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફડાતફડી મચી ગઈ હતી. સદ્દભાગ્યે બસમાં મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, અમરોલીનાં કોસાડ ખાતે એસએમસીનાં અવાસમાં રહેતો 26 વર્ષીય શૈલેષ ભોજને ગતરોજ વહેલી સવારથી કોસાડથી સુરત રેલવે સ્ટેશનના સીટી બસનાં ફેરા મારતા હતા. ત્યારબાદ કોસાડ ગામ બસ સ્ટેન્ડ ખાતે ખાલી બસ પાર્ક કરી હતી.
તે દરમિયાન નિર્ધારીત રૂટ પર જવા ડ્રાઇવર શૈલેષ બસને શેલ માર્યો ત્યારે સ્પાર્ક થયો હતો અને ધુમાડો નીકળવા લાગ્યા બાદ એન્જિનનાં ભાગે આગ ભડકી ઉઠી હતી. જોકે ચાલક તરત નીચે ઉતરી ગયો હતો અને કંઇ સમજે વિચારે તે પહેલા આખી બસ આગની લપેટમાં આવી ગઇ હતી અને ભડભડ સળગવા લાગતા અહી ગભરાટ ફેલાઇ ગયો હતો. ચાલક ફાયર એસ્યુગ્યુશર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ ફેલાઇ રહી હોવાથી સ્થાનિકો લોકોએ પણ દોડી આવીને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે ઘટનાની જાણ દરમિયાન કોલ મળતા કોસાડ ફાયર સ્ટેશનનાં લાશ્કરોએ પહોંચીને 20 મિનિટમાં આગ બુઝાવી હતી. આગના લીધે આખી બસ સળગી ગઈ હતી. જોકે બસમાં કોઈ મુસાફર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application