Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં 60.69 ઇંચ વરસાદ સાથે વાવેતરની 95 ટકા કામગીરી પૂર્ણ

  • August 25, 2022 

સુરત જિલ્લાનો મૌસમનો કુલ 60.69 ઇંચ વરસાદની સાથે જ 1.04 લાખ હેકટર જમીનમાં ડાંગર, કઠોર, કપાસ, સોયાબીન તથા શાકભાજીનાં પાકોનુ વાવેતર સાથે જ વાવેતરની 95 ટકા કામગીરી પૂર્ણ થઇને ખેડુતો પાકની માવજત શરૂ કરી દીધી છે. આ વર્ષે મેઘરાજા સતત વરસતા રહેતા ખેતી પાકને માફકસર વરસાદ વરસ્યો છે. જેના કારણે સુરત જિલ્લાના 9 તાલુકામાં જુન મહિનાના એન્ડથી અને જુલાઇની શરૂઆતથી જ ખેતરોમાં પાકની વાવણી શરૂ કરી દીધી હતી.




આ વર્ષે મેઘરાજાની મહેરના કારણે અત્યાર સુધીમાં 60.96 ઇંચ વરસાદ ખાબકયો છે. જે ગત વર્ષની સરખામણીમાં 100 ટકાથી વધુ વરસાદ છે. આ વરસાદનાં કારણે અત્યાર સુધીમાં 40658 હેકટર જમીનમાં ડાંગર, 8911 હેકટરમાં તેલીબીયા, 8303 હેકટર જમીનમાં કઠોળનું, 18226 હેકટર જમીનમાં શાકભાજી, 13941માં ઘાસ ચારાનું વાવેતર થયુ છે.




જિલ્લામાં થયેલા વાવેતરના આંકડા જોઇએ તો માંડવી તાલુકામાં સૌથી વધુ 22786 હેકટરમાં, ઓલપાડમાં 22444 હેકટર, માંગરોળમાં 21379 હેકટર મળીને નવ તાલુકામાં 1.04 લાખ હેકટર જમીનમાં વાવેતર થઇ ચૂકયુ છે. જેમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ 15896 હેકટર જમીનમાં ડાંગરનું અને માંગરોળમાં સોયાબીનનું 4602 હેકટર જમીનમાં વાવેતર થયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application