સુરત શહેરનાં અઠવા પોલીસે અલગ-અલગ ગુનામાં જપ્ત કરેલા વાહનો હાલ ગાંધીબાગની જગ્યામાં મુકાય છે જોકે તેમાં ગતરોજ રાત્રે આ વાહનોમાં આગ લાગી હતી. આગની આ ઘટનામાં 25 થી 30 જેટલા ટુવ્હીલર વાહનો અને 1 કાર બળીને ખાક થઈ ગયા હતા. જયારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જોકે વાહનોની ટાંકીમાં પેટ્રોલ હોવાથી વાહનોમાં બ્લાસ્ટ થતા હોવાથી ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને 1 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ 100થી વધુ વાહનોને આગની લપેટમાં આવતા બચાવી લીધા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. બનાવ અંગે અઠવા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application