સુરતનાં પલસાણા તાલુકાનાં તુંડી ગામની સીમમાં આવેલ શ્રી હરિ ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા LCBની ટીમ શુક્રવારે રાત્રે પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણાનાં ગામની સીમમાં આવેલા શ્રી હરિ ફાર્મ હાઉસનાં મકાનમાં બારડોલીનો સોહેલ ઉર્ફે લંગડો કમરૂદ્દીન શેખ તથા ફાર્મ હાઉસ માલિક બહારથી માણસો બોલાવી જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરી સ્થળ ઉપરથે જુગાર રમી રહેલા 11 ઈસમોની ધરપકડ કરી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 1,55,420/- અને 12 નંગ મોબાઈલ તેમજ 3 કાર મળી કુલ રૂપિયા 14,2,420/નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે
આરોપી બાબુભાઇ માધુભાઇ રાખોલીયા (રહે.વરાછા, સુરત) નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
1.બંસરાજભાઇ રામમીલન શર્મા (રહે.હાલતુંડી ગામ, શ્રી હરી ફાર્મ હાઉસ, પલસાણા),
2.સોહેલ ઉર્ફે લંગડો કમરૂદીન શેખ (રહે.ગંગાધરા ગામ, પલસાણા),
3.ફિરોજખાન અહમદખાન પઠાણ (રહે.કડોદ ગામ, સેલોત ફળીયું, બારડોલી),
4.સાજીદ મુસી દુધાત (રહે.કડોદ ગામ, સેલોત ફળીયું, બારડોલી),
5.અકરમ ફારૂક પટેલ (રહે.કડોદ ગામ, ઇસ્લામપુરા, બારડોલી),
6.મનસુર વેલજીભાઇ પરબતાણી (રહે.નવસારી રોડ, ઉન પાટીયા, સુરત),
7.કેશકુમાર કાંતીલાલ સિંહા (રહે.સંગીની સોસાયટી, શસ્ત્રી રોડ, બારડોલી),
8.જ્ઞાનેશ્વર અરુણભાઇ મહાજન (રહે.મહાવીર નગર, આર.ટી.ઓ રોડ, બારડોલી),
9.ધવલભાઇ દિપકભાઇ પ્રજાપતિ (રહે.સરભોણ ગામ, દેસાઇ ફળીયું),
10.પ્રિતેશસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ ( રહે.વૃંદાવન સોસાયટી, બારડોલી) અને
11.કરીમભાઇ પ્યારઅલી ભીમડીયા (રહે.ઉન પાટીયા, નવસારી રોડ, સુરત).
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઆ વર્ષે ચોમાસું જૂન મહિનાથી શરૂ થવાની સંભાવના
April 10, 2025બિહારનાં આઠ જિલ્લામાં અચાનક વીજળી પડતાં 22 લોકોના મોત
April 10, 2025બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ તપાસ શરૂ
April 10, 2025