Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિવાસીઓનું ધર્માંતરણ અટકાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

  • May 03, 2025 

ડાંગ જિલ્લામાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને અટકાવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. ડાંગ જિલ્લાનાં દરેક વિસ્તારમાં આદિવાસીઓની વસ્તી છે, સુબીર તાલુકામાં એક પણ વ્યક્તિ ધર્માંતરીત થઈને ખ્રિસ્તી કાયદેસર બન્યો એવુ સરકારી ચોપડે નોંધાયેલું નથી. તેમ છતાં છેલ્લા કેટલાંક સમયથી આદિવાસી વિસ્તારમાં કાયદાનો ભંગ કરી બિન અધિકૃત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ દ્વારા સેમીનાર અને વિવિધ કાર્યક્રમો, સભા મેળાઓ વારંવાર કરાવવામાં આવે છે.


ખ્રિસ્તી લોકોના માત્ર ઉદ્દેશ આદિવાસી સમાજના વધુમાં વધુ લોકોનું ધર્મપરિવર્તન કરવાનો હોય છે. સુબીર તાલુકો સંપૂર્ણઆદિવાસી વિસ્તાર છે. અનુસૂચિ-૫, પ્રમાણે ખ્રિસ્તી ધર્મના અલગ અલગ રાજ્યના પ્રચારકો પાંઢરપાડા ગામમાં કેવી રીતે આવી શકે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુબીર તાલુકામાં તારીખ ૨૮/૦૪/૨૦૨૫ નારોજ જુનેર ગામે અને તારીખ ૦૫/૦૫/૨૦૨૫ નારોજ પાંઢરપાડા ગામે બહારથી આવેલા કેટલાક પાસ્ટરો, વક્તાઓ, બિશપો ખ્રિસ્તી ધર્મના પ્રચારકો અંધશ્રધ્ધાના નામે ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરીને ધર્માતરણોનો મોટો ખેલ કરતા હોય તેવા આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પણ આ અગાઉ પાઠવવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં યોજવા માટે પરમિશન ન આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી અને તારીખ ૨૮/૦૪/૨૦૨૫ નારોજ જુનેર ગામે ખ્રિસ્તી સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, હાલ ડાંગ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી વસ્તી હોય તો ત્યાં આવા ખ્રિસ્તી ધર્મના કર્યક્રમો કેમ કરવામાં આવે છે, આવા કાર્યક્રમો કરવાવાળા ખરેખર કાયદેસરના ખ્રિસ્તી છે અને હોય તો તેમના પ્રમાણપત્ર પુરાવાની ઓળખ કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પૂર્વજોથી ચાલી આવેલ રૂઢી પરંપરા પ્રમાણે જ પુંજ મૂકી પૂજતા આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application