વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં આવેલ સ્મશાનની બાજુમાંથી એક કારમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરવાની ફીરકામાં રહેતો એક ઈસમને ઝડપી પાડી પોલીસે રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૧/૦૫/૨૦૨૫ નાંરોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર ગુન્હા અંગેની પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મારૂતિ સુઝુકી કંપનીની વેગેનઆર ગ્રે કલરની કાર નંબર એમએચ/૪૬/બીયુ/૨૪૪૦માં એક ઈસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લોટરવા ફાટકથી ભાનાવાડી ગામનાં ગામીત ફળિયાની સીમમાં આવેલ સ્મશાનની બાજુમાં હેરાફેરી થનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો ભાનાવાડી ગામની સીમમાં આવેલ સ્મશાનની બાજુમાં પ્રોહી. મુદ્દામાલ હેરાફેરી થવા વાળી જગ્યાએ પહોંચતા ત્યાં એક ફોર વ્હીલ ગાડી તથા એક મોપેડ બાઈક હતી તેમજ ત્યાં હાજર ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, ‘દીપકભાઈ રતનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા ગામ, ગામીત ફળિયું, વ્યારા) જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વેગેનઆર કારમાં તપાસ કરતા કારના પાછળનાં ભાગે આવેલ ડીકીમાં તથા સીટ ઉપર જોતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂનાં કૂલ ૩૧ બોક્ષ મળી આવ્યા હતા જેમાંથી કૂલ નંગ ૮૬૪ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- હતી.
જોકે પોલીસ વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાકેશ ઉર્ફે પકો કાળીયો સુમનભાઈ ગામીત (રહે.ખુશાલપુરા ગામ, ગામીત ફળિયું, વ્યારા)નાંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે વેગેનઆર કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ, ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૪,૪૦૦/- અને બે નંગ મોબાઈલ તથા એક મોપેડ બાઈક મળી કૂલ રૂપિયા ૪,૧૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે પોલીસે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500