Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે સાઈકલ ચાલક ઈસમનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું

  • June 19, 2024 

મુળ ઓરિસ્સા રાજ્યનાં ગંજામ જિલ્લાનો વતની બાલેશ્વર રાજુ સ્વાઇ (ઉ.વ.32) સાયણ ટાઉનના આર્દશ નગર-2માં રહેતો હતો. તે સાયણમાં નરેશભાઈનાં કારખાનામાં સંચા મશીન ચલાવવાનું કામ કરતો હતો. જોકે ગત તારીખ 16નાં રોજ બાલેશ્વર સ્વાઇ બપોરે સાયણથી સુગર ફેકટરી તરફના રોડ ઉપર સાયકલ ઉપર જઈ રહ્યો હતો. તે એસન્ટ ફોર વ્હીલ કાર નંબર GJ/05/CR/5894નાં ચાલકે તેને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત બાલેશ્વરને પુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં બાલેશ્વરનું તારીખ 17નાં રોજ મોત નીપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application