સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા નવેમ્બર -૨૦૨૪નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૭મી નવેમ્બર,બુધવાર તથા જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ૨૮મી નવેમ્બર ગુરુવારના રોજ યોજાશે. જેમાં ૨૭મી નવેમ્બરના રોજ, નિઝર તાલુકામાં કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી, નિઝર ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, વાલોડ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
ડોલવણ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી, તાપીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, ઉચ્છલ તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, સોનગઢ તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, વ્યારા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, કુકરમુંડા તાલુકામા પ્રાંત અધિકારી નિઝરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
જયારે તાપી જિલ્લા નવેમ્બર-૨૦૨૪ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૮.૧૧.૨૦૨૪ ગુરુવારનાં રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે. અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500