નવસારીનાં ખારેલથી ટાંકલ જતાં માર્ગ પર ગણદેવા વડફળિયા પાસે મોપેડ અને બાઇક સામસામે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ગણદેવા મઝલા ફળિયામાં રહેતી પ્રીતિ અશોકભાઈ પટેલ (ઉ.વ.26) પોતાની ડ્યુટ મોપેડ નંબર GJ/21/BK/4618 લઈને શુક્રવારનાં રોજ ગણદેવા વડફળિયા પાસે આવેલ ઇન્ડિયન ઓઈલનાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જઈ રહી હતી અને તે પેટ્રોલ પંપ આગળ વળાંક વાળતી હતી.
તે સમયે ગણદેવા પટેલ ફળિયાનાં સગીર યુવક ખારેલ તરફ વાળ કપાવવા સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર GJ/21/DA/1896 ઉપર પૂરઝડપે હંકારી પ્રીતિની મોપેડમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્રીતિબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને પ્રથમ ખારેલ હોસ્પિટલમાં લઇ જવાતા જ્યાં ઈજા ગંભીર જણાતા નવસારીની ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જોકે યુવતીનું શનિવારનાં રોજ સારવાર દરમિયાન મોત નીપજતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application