નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે જલાલપોર તાલુકામાં આવેલા મછાડ ગામમાં ઝીંગાના તળાવ પર ગયેલા બે યુવકો પાણીનાં પ્રવાહમાં તણાયા હતા. જોકે ઝીંગા તળાવ ઉપર કામ કરતી વખતે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બે યુવકો પાણીનાં પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા છે.
ઘટનાની જાણ સરપંચ અને અન્ય લોકોને થતા યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ તમામ લોકોને નીચાણવાળા વિસ્તારથી તેમજ નદી-નાળાથી દૂર રહેવા માટે સૂચના આપી છે.
તેમછતાં પણ કેટલાક લોકો બેદરકારી રાખવીને પાણીની નજીક જતા હોય છે જેમાં કોઈક વાર અકસ્માત સર્જતો હોય છે. હાલમાં તમામ નદી-નાળાઓ પાણીથી છલકાઈ રહ્યા છે. ત્યારે મછાડ ગામમાં પણ પાણીમાં એકાએક વધારો થતાં ઝીંગા તળાવમાં કામ કરી રહેલા બે મજૂરો તણાયા હતા. જે ઘટનાની જાણ થતા ગ્રામજનો સહિતના લોકોએ આ યુવકોની શોધખોળ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500