Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ગેરકાયદેસર ઝીલેટિંન સ્ટીક રાખનાર બે ઈસમોની પોલીસે અટકાયત કરી

  • July 10, 2023 

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ મામલે સક્રિય થઈને ઝીલેટિંન સ્ટીક રાખતા તત્વો સામે સમયાંતરે લાલ આંખ કરે છે. નવસારીનાં વાંસદા તાલુકામાંથી બે ઈસમની ધરપકડ કરવામાં આવી છે જેઓ પોતાની પાસે ગેરકાયદેસર રીતે ઝીલેટિંન સ્ટીક રાખી હતી. જે બાબતે SOG પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધરમપુરી ગામના ગામિત ફળિયામાં રહેતા અશોક મોહનભાઈ કુકણા પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે બે એક્સપ્લોઝિવ ઝીલેટિંન સ્ટીક સાથે જ એક ઇલેક્ટ્રીક ડીટોનેટર પણ મળી આવ્યું હતું તેમની પાસે તપાસ કરતાં કોઈપણ લાયસન્સ કે પરવાનો મળી આવ્યો ન હતો સાથે જ આ જથ્થો પૂરો પાડનાર જયેશ ગમનભાઈ કોટવાડીયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.



જોકે એક બનાવવામાં ખંભાળિયા ભાથીજી મહારાજનાં મંદિર પાસે રહેતા જયેશભાઈ ગમનભાઈ કોટવાડીયાના ઘરમાંથી પણ 6 એક્સપ્લોઝિવની સ્ટીક સહિત 4 ઇલેટ્રિક ડીટોનેટર મળી આવી હતી. આ જથ્થો પૂરો પાડનાર વ્યારાના રહેવાસીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ જીલેટીન અને ઇલેક્ટ્રોનિક ડીટોનેટર જો સક્રિય થાય તો કેટલાય લોકોની જિંદગી જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેવું જાણવા છતાં આ બંને આરોપીએ તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે રાખતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application