Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટ્રક અડફેટે આવતાં મહિલાનું સારવાર દરમિયાન મોત

  • November 25, 2022 

નવસારીનાં લુંસીકુઈ વિસ્તારમાં સવારે બેંક ઓફ બરોડામાં કામ અર્થે આવેલા મહિલાની ટ્રક સાથે ટક્કર થતા તેને માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મૂળ ગડતનાં હાલમાં જમાલપુર રહેતા 38 વર્ષે દર્શનાબેન આહીર BOBમાં કામ અર્થે આવ્યા હતા. જોકે કામ પૂર્ણ કરી પરત ફરતા સમયે સ્ટેશન રોડ તરફ જતા બેકાબૂ ટ્રકે તેમને અડફેટે લીધા હતા.




જેમાં તેઓ નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. જયારે શરૂઆતમાં અકસ્માતથી ગભરાયેલા ડ્રાઈવરે ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. પરંતુ થોડા સમય માંજ ટાઉન પોલીસ તેની ધરપકડ કરી હતી. ટ્રાન્સપોર્ટનો માલ ભરીને જતા સંજય યાદવએ ગફલતભરી રીતે વાહન હાંકતા મહિલા સાથે ટક્કર થઈ હતી જેને લઈને મહિલાને ગંભીર ઈજા થઈ છે હાલ મહિલા ભાનમાં છે અને સારવાર હેઠળ છે ટાઉન પોલીસે ફરિયાદ લઈને ટ્રક ચાલક વિરોધ કાયદેસરના પગલા લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application