પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા અધિક્ષક નર્મદાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સધન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા બાબતે અને પ્રોહીની હેરાફેરી અટકાવવા આપેલી સુચનાઓ અનુસંધાને પોલીસ અધિક્ષક રાજપીપળા ડીવિઝન રાજપીપલા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર ડેડીયાપાડાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારનાં પ્રોહી. અંગેની પેટ્રોલીંગ તેમજ નાકાબંદી કરવા આપેલી સુચના સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશનને ચોકકસ બાતમી હકિકત મળેલી તે આધારે ચિંકાલી સેલંબા રોડ પર આવેલી કુઇદા ગામના નાળા પાસે ઝડપી પાડ્યા છે.
જોકે પોલીસ નાકાબંદી કરી બાતમીનાં આધારે હકીક્તવાળી લાલ રંગની સ્કોડા ફોર વ્હીલ ગાડી નંબર GJ/05/CU/5262ની ડીકીમાંથી 3 પ્લાસ્ટીકનાં કોથળામાંથી જુદા જુદા બ્રાંડના ભારતીય બનાવટના ઇંગ્લીસ દારૂનાં ક્વાર્ટરીયા તથા ટીન બીયર મળી કુલ નંગ 497 કુલ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 49,700/-નો પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓના આધારા કાર્ડ, આર.સી.બુક તથા ડ્રાઇવીંગ લાયસન્સ તથા 2 નંગ મોબાઇલ અને રોકડા રૂપીયા તેમજ સ્કોડા કાર મળી કુલ કિંમત રૂપિયા 2,53,200/-નાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા હતા.
પોલીસે પકડી પાડેલ બે આરોપીઓના નામ...
1.સંદિપકુમાર ચંદ્રભવન નિશાર (રહે હાલ. સુરત, વરાછા, લક્ષ્યન નગર ઝુપડ પટ્ટી) અને
2.આષિશ બીજેન્દ્ર બહાદુર બીંદ (રહે હાલ.સુરત, વરાછા, લક્ષ્યન નગર ઝુંપડ પટ્ટી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500