મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મોટા બંધારપાડા ગામે ટેમ્પો ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી ટેમ્પોને કોતારડાનાં ખાડામાં પાડી દેતાં ટેમ્પોમાં સવાર આધેડનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં આમલગુંડી ગામના ડુંગરી ફળિયામાં રહેતા સેમભાઈ છગનભાઈ ગામીત (ઉ.વ.૩૧)એ ગત તારીખ ૧૩/૧૨/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાનો ટેમ્પો નંબર જીજે/૨૩/ડબ્લ્યુ/૩૯૪૩ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.
તે દરમિયાન મોટા બંધારપાડા ગામથી પસાર થતાં સમયે સેમભાઈએ વળાંકમાં સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દઈ ટેમ્પોમાંથી કુદી જતાં ટેમ્પો કોતારડાનાં ખાડામાં પાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. પરંતુ ટેમ્પો ખાડામાં પડી જતાં સેમભાઈની બાજુમાં બેસેલ બારસીભાઈ વજીયાભાઈ ગામીત (ઉ.વ.૫૨., રહે.ખગોલ ગામ, દોણી ફળિયું, સોનગઢ)નો સ્ટેરીંગ સાથે છાતીનાં ભાગે દબાઈ જતાં તેમને ડાબા પગમાં ફેકચર તેમજ ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હિતેશભાઈ ચૌધરીનાંએ સોનગઢ પોલીસ મથકે ટેમ્પો ચાલક સેમભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500