નાગપુરની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા નાગપુરનાં મકાનપુર સ્થિત મેન્ટલ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોઈ અજાણ્યા વ્યક્તિએ નાગપુર સીટી પોલીસનાં કંટ્રોલ રૂમમાં સોમવારે મોડી સાંજે ફોન કરીને બંને હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને ધમકીભર્યા ફોન કોલની માહિતી આપવામાં આવી હતી. પોલીસ સતર્ક રહીને બંને સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે અને દરેકને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જોકે પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે કોઈ અજાણ્યા વ્યક્તિએ સોમવારે મોડી સાંજે 112 નંબર પર કોલ કર્યો હતો અને તેણે મેન્ટલ હોસ્પિટલ અને મેડિકલ હોસ્પિટલમાં બોમ્બ મૂક્યો હોવાની જાણકારી આપી અને કહ્યું કે, થોડી જ વારમાં મોટો બેમ્બ વિસ્ફોટ થશે. ત્યારબાદ પોલીસે તરત જ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ અને કોલરની કલાશ હાથ ધરી હતી. આ સાથે જ મેન્ટલ હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તૈનાત સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં છે અને દરેક વ્યક્તિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
લગભગ એક મહિના અગાઉ પણ કંટ્રોલ રૂમમાં આવો જ એક કોલ આવ્યો હતો જેમાં RSS હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી કર્ણાટકના એક ગુનેગારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. આવા વારંવારના ધમકીભર્યા કોલથી પોલીસ વિભાગની ચિંતા વધારી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500