મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં મીરકોટ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર મોપેડ બાઈક સ્લીપ થઈ જતા બાઈક સવાર યુવતીનું રોડ ઉપર પડી જતાં તેનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં નારણપુર ગામનાં ઝરાળી ફળિયામાં રહેતી અર્પિતાબેન જીવલીયાભાઈ ગામીત (ઉ.વ.૨૦)નાઓ ગત તારીખ ૨૨/૧૦/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની મોપેડ બાઈક નંબર ડીડી/૦૩/એમ/૭૦૩૩ને મીરકોટ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર પોતાના કબ્જાની મોપેડ બાઈકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ઉપર સ્લીપ થઈ જતા અર્પિતાબેન રોડ ઉપર પડી ગયા હતા. જોકે આ અકસ્માતમાં અર્પિતાબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ જનાર યુવતી અર્પિતાબેનનાં પિતા જીવલીયાભાઈ ગામીત નાંએ ઉચ્છલ પોલીસ મથકે અકસ્માતની જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application