સોનગઢનાં સિંગલખાંચ ગામનાં નિશાળ ફળિયામાં રહેતી એક ૩૫ વર્ષીય યુવતી સાથે પાર્સલ ડીલીવરનાં ચાર્જ પેટે કરેલ ટ્રાન્ઝેકશનના રૂપિયા ૫ મિનીટીમાં મોબાઇલ નંબરનાં ગુગલ પે ઉપર રીફન્ડ થઇ જશે તેમ જણાવી રૂપિયા ૨૬ હજારથી વધુની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં સિંગલખાંચ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા જ્યોતિબેન છનીયાભાઈ ગામીતની સરકારી વિનયન કોલેજ સાગબારા ખાતે મુલાકાતી અધ્યાપક તરીકે ફરજ બજાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે ગત તારીખ ૧૫/૦૪/૨૦૨૫ નાંરોજ સવારના સમયે જ્યોતિબેનના વોટ્સએપ મોબાઇલ ઉપર એક અજાણ્યા મોબાઈલ ઉપરથી મેસેજ તથા વોઇસ કોલ આવ્યો હતો. તેમજ પાર્સલ ડીલીવરનાં ચાર્જ પેટે કરેલ ટ્રાન્ઝેકશનના રૂપિયા ૫ મિનીટીમાં જ્યોતિબેનના મોબાઇલ નંબરના ગુગલ પે ઉપર રૂપિયા રીફન્ડ થઇ જશે તેમ જણાવી જ્યોતિબેનને વિશ્વાસમાં લઇ અલગ-અલગ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવી કૂલ રૂપિયા ૨૬,૮૦૪/- અજાણ્યાએ મોકલેલ કયુઆર કોડમાં નંખાવી રૂપિયા રીફન્ડ નહી કરી છેતરપીડીં કરી હતી. બનાવ અંગે જ્યોતિબેન ગામીતએ તારીખ ૨૯/૦૪/૨૦૨૫ નાંરોજ ઉકાઈ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application