વ્યારાનાં ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર સોનગઢથી બારડોલી જતા ટ્રેક ઉપર તુલસી હોટલીની સામેથી ટ્રક ચાલકે પાછળથી બલેરો ફોર વ્હિલ ગાડીને ટક્કર મારતા માંડલ ટોલ પ્લાઝાના બે કર્મીઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં જેસિંગપુર ફળિયામાં રહેતા વિજયભાઈ કાળીદાસભાઈ ગામીત સોનગઢના માંડલ ગામના ટોલ પ્લાઝા ખાતે ડ્રાઈવિંગ કરે છે, તારીખ 29/04/2025 નાંરોજ પોતાની કબ્જાની મહેન્દ્ર બોલરે ફોર વ્હિલ ગાડી નંબર GJ/26/U/0575 લઈને નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર સોનગઢથી બારડોલી જતા ટ્રેક ઉપર તુલસી હોટલીની સામેથી પસાર થતા હતા.
તે દરમિયાન સુમિતભાઈ જવાહરલાલભાઇ પાલ (રહે.મોસોતા રમલા થાણા અકબપુર, તા.અકબરપુર, જિ.કાનપુર, ઉત્તરપ્રદેશ)નાએ ટ્રક નંબર GJ/21/Y/3117ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી બોલરે ફોર વ્હિલ ગાડીને ટક્કર મારી દીધી હતી જેથી આ ટક્કરમાં વિજયભાઈ ગામીત અને તેમની સાથેના રૂઠ ઓફિસર રુદ્રભાઈ વિજયભાઈ ચૌધરી બંનેને શરીરે સામન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે વિજયભાઈએ ટ્રક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500