Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : એસ.ટી. બસ અડફેટે આવતાં દંપતિનું ઘટના સ્થળે મોત, બાળકીનો આબાદ બચાવ

  • February 21, 2023 

ગાંધીનગરનાં દહેગામ તાલુકાનાં સલકીમાં એક અકસ્માત સર્જાતાં પતિ-પત્નીનું મોત નીપજયું હતું. જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો અને તાલુકાનાં ધારીસણા રોડ ઉપર પ્રાંતિજ તરફથી આવી રહેલી એસ.ટી. બસ સાથે ધડાકાભેર બાઈક ટકરાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને જેમાં સ્થળ ઉપર જ પતિ-પત્નીનાં મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ, દહેગામ તાલુકામાં બપોરનાં બાર વાગ્યાના સુમારે ધારીસણા રોડ ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાંતિજથી વાયા તલોદ થઈને દહેગામ તરફ એસ.ટી. બસ આવી રહી હતી.







ત્યારે ધારીસણા પાસે દહેગામનાં સલકી ગામ તરફથી બાઈક પર તલોદ બળિયાદેવે બાધા કરવા જતાં હતા ત્યારે મનુજી છગાજી ઠાકોર તથા તેમના પત્ની નયનાબેન ઠાકોર ધડાકાભેર બસ સાથે અથડાયા હતા. બાઈક એસ.ટી. બસ સાથે અથડાતા બાદ પતિ પત્ની ફંગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ  મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં બાળકીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયાં હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News