ગાંધીનગરનાં સેક્ટર-28/29 બસ સ્ટેન્ડ નજીકનાં અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે ચાર યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. વહેલી સવારે કાર ડિવાઇડરને અથડાઈને રેલીંગ તોડી પલટી ખાઈ ગઈ હતી. માણસાના બિલોદરા ગામનો મૂળ વતની કૃણાલ ઈન્દ્રસિંહ વાઘેલા તેના માસાનાં ઘરે પેથાપુર સ્વર્ગસ્વપ્ન ફ્લેટમાં રહી સમર્પણ કોલેજમાં અભ્યાસ કરે છે. જયારે શનિવારે રાત્રે કૃણાલ, તેના માસીનો દીકરો સંગ્રામ તથા મિત્રો સૈયમ રાજેશભાઇ દેસાઇ, જીલ કનુભાઇ દેસાઇ તથા તીર્થરાજસિંહ સિસોદીયા બેઠા હતા અને રવિવાર સવારે પાંચ વાગ્યે પાંચેય મિત્રો પેથાપુર સ્વર્ગ સ્વપ્ન ફ્લેટ ખાતે ભેગા થયા હતા. તેમજ તેઓ સૈયમની આઈ-20 કારમાં ગાંધીનગર દોડવા માટે નીકળ્યા હતા.
તે સમયે સમયે સૈયમ કાર ચાલતો હતો, સંગ્રામ તેની બાજુમાં બેઠેલો હતો અને કાર સેકટર 28/29 બસ સ્ટેન્ડ નજીકના કટ પાસે સૈયમે કાર પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડરને અથડાઈ હતી. કાર રેલિંગ તોડીને બીજી તરફના રોડ પર આવીને પડી હતી. જેથી દોડી આવેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને કોલ કરીને યુવાનોને બહાર કાઢ્યા હતા. જોકે અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓને પગલે સંગ્રામનું કારમાં જ મોત થઈ ગયું હતું, જયારે ચાર યુવકો ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500