ગાંધીનગરમાં કાર સાઇડમાં મુકવા બાબતે ત્રણ ઇસમોએ યુવાન પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના શિરોલા ગામમાં રહેતો યુવાન યુવરાજસિંહ ગૌતમ સિંહ રાજપુત રાધેશણમાં આવેલી કેન્ટીનમાં કામ કરે છે યુવરાજસિંઘ તેમના ડ્રાઇવર રાજુભાઈ ઠાકોર સાથે તેમની કેન્ટીનમાંથી જમવાનું કારમાં લઈ ડીલેવરી આપવા માટે નીકળ્યા હતા.
તે વખતે તેમની કારની આગળ એક કાર લઈને આવેલ ત્રણ ઇસમોને કહ્યું હતું કે, કાર સાઈડમાં લો તો હું કારને ત્યાંથી બહાર કાઢું. કાર પાછળ હટાવવા માટે આ ત્રણે ઈસમો સાથે મળીને જેમ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને માર મારવા લાગ્યા હતા અને ત્રણ ઈસમો પૈકી એક ઈસમે કારમાંથી લાકડાનો ધોકો લઈ આવી દુકાનમાં તોડફોડ કરી હતી. યુવરાજસિંઘ દ્વારા બૂમાબૂમ કરતા આજુ-બાજુમાંથી લોકો ભેગા થઈ ગયા ત્યારે આ ત્રણય ઈસમો જો ભવિષ્યમાં તે અંમારું નામ લીધું તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ત્યાંથી ભાગી છૂટયા હતા. બાદમાં યુવરાજસિંગ ગૌતમસિંગ રાજપૂતે ઇન્ફોસિટી પોલીસ મથકમાં રાફેલ ડીસોજા તથા અન્ય બે ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application