પહેલગામ આતંકવાદી હુમલામાં થયેલા ભારતના શહિદોને શ્રધ્ધાંજલી આપવા તેમજ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન સુરત ખાધ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ કરીયાણા વેપારી મહામંડળ ધ્વારા આવતીકાલે એટલે કે તારીખ ૩૦ એપ્રિલના રોજ બજાર બંધ પાળીને શહિદોને શ્રધ્ધાંજલી આપશે. આ અંગે સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળના અધ્યક્ષ રૂપેશભાઈ વોરાએ જણાવ્યુ હતુ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા શહિદોના પરિવારના દુઃખમાં અમે સાથે છીએ અને શહિદોને શ્રધ્ધાંજલી આપવા સુરત ખાધ્ય તેલ વેપારી મહામંડળ આવતીકાલે તારીખ ૩૦મી એપ્રિલે બજાર બંધ પાળશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સરકારે જે પગલા લીધા છે તે સારા જ છે.
પરંતુ અમને તેનાથી સંતોષ નથી. આનાથી પણ કડક પગલા લેવામાં આવવા જોઈએ. આપણા સમાજમાં જે પણ આપણી સાથે યોગ્ય ન ચાલે તો તેની સાથે વાટકી વ્યવહાર બંધ કરી દેવાય છે. એ જ રીતે જે કોઈ પણ હુમલો કરે એની સાથે કોઈ પણ સબંધ રાખવા જોઈએ નહી. વધુમાં સુરત ખાધ્ય તેલ વેપારી મહામંડળનું પ્રતિનિધિ મંડળ આગામી નજીકના દિવસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૧૦૦ કિલોનું પંચ્ચીસ પાનુ અર્પણ કરી પાકિસ્તાન સામે સખત પગલા લેવા રજૂઆત કરશે. રૂપેશભાઈએ આ અંગે જણાવ્યુ હતુ કે નાના સાધનો કે પંચ્ચીશ પાનાથી કામ ના ચાલે હવે મોટા સાધનો અને પંચ્ચીશ પાનાની જરૂર છે અને પાનુ એટલુ ટાઈટ કરો કે એક ટીંપુ પાણી ન જાય. મોદી સરકાર સક્ષમ જ છે. સરકાર વધારેમાં વધારે કડક પગલા લેશે એની અમને ખાત્રી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application