Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયાની લેવડ દેવડમાં વેપારીને લાફા મારી સ્ટીલના પાઇપના ફટકા મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • September 06, 2023 

અમદાવાદનાં નિકોલમાં રૂપિયા બે લાખની લેવડ દેવડમાં વેપારીને લાફા મારીને સ્ટીલના પાઇપના ફટકા મારીને વેપારીને ઘાયલ કર્યા હતા. બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિકોલ મુક્તિધામ પોલીસ ચોકી પાસે એકતા સોસાયટીમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં જીગાભાઇ મહારાજ ફરિયાદ નોંધાવી છે કે, આઠ મહિના પહેલા આરોપી પાસેથી ઉછીના રૂપિયા બે લાખ લીધા હતા જોકે ધંધામાં મંદીના કારણે રૂપિયા સમયસર આપી શક્યા ન હતા.

જયારે આપરોપીના મિત્રએ ફરિયાદીને ફોન કરીને નિકોલમાં આવેલા પંચ મોલ પાસે બોલાવ્યા હતા અને આરોપીએ આવીને રૂપિયા ક્યારે આપીશ કરીને તકરાર કરી હતી અને ગાળો બોલીને ઉશ્કેરાઇને ફરિયાદીને લાફા માર્યા બાદ સ્ટીલની પાઇપના ફટકા મારતા યુવકને પગે પીઠના ભાગે તથા હાથે ઇજાઓ થતાં સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application