કલોલ શહેરનાં બોરીસણા રોડ પર નગરપાલિકાનાં ટેન્કર સાથે એકટીવા અથડાતાં અકસ્માત થયો હતો. તે સમયે ટ્યુશનથી ઘરે આવતી યુવતીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જેમાં પાછળ બેઠેલી બહેનપણીને ફેક્ચર તેમજ ગંભીર ઇજાઓ થઈ હતી, જોકે બંને ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ટેન્કર ચાલક વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, કલોલ શહેરના બોરીસના રોડ ઉપર રહેતા કનૈયાલાલ બારોટની દીકરી વિશ્વા જે કલોલ ખાતે આવેલી લોટસ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. જોકે તે શહેરના શારદા સર્કલ પાસે આવેલ ટ્યુશન ક્લાસમાં ટ્યુશન માટે ગઈ હતી. જોકે તે ગત તા. તારીખ 5/3/2023ના રોજ ટ્યુશનમાંથી છૂટીને એક તૃષા પટેલના એકટીવા પર બંને જણા ઘરે આવી રહ્યા હતા.
તે સમય દરમિયાન બોરીસના રોડ પર પસાર થતાં ટેન્કર સાથે એક્સિડન્ટ થયું હતું. જોકે આ અકસ્માત થયો હોવાથી ફોન કનૈયાલાલ ઉપર આવ્યો હતો, તેની જાણ થવાથી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપર પહોચતા જોવા મળ્યું હતું કે, વિશ્વા ટેન્કરના બે વીલ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી. તેને પગના ભાગે ઈજા થઈ હતી. જ્યારે તેની મિત્ર તૃષાને સામાન્ય ઇજાઓ થઈ હતી. જોકે બંને જણા સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. જેમાં વિશ્વાનું આજરોજ સારવાર અર્થે મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનાથી સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500