Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કચ્છ જિલ્લામાં દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલ પિતા-પુત્રનું દરિયામાં ડૂબી જતાં મોત નિપજ્યુ

  • November 04, 2024 

કચ્છમાં માંડવીનાં દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મોત નિપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મૃતક 37 વર્ષીય કિશન મહેશ્વરી તેમના 13 વર્ષીય પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં દરિયામાં નહાતા હતાં. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. તહેવાર ટાણે સર્જાયેલી આ દુ:ખદ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application