કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાના તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં તાજેતરમાં વઘઈ તાલુકા યુવા ઉત્સવ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સાકરપાતાળ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોએ દિપ પ્રાગટય કરીને કર્યો હતો. પ્રાર્થના, સ્વાગત ગીત સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ભાજપા પાર્ટી પ્રમુખ, વધઈ તાલુકાના ઉપપ્રમુખ, શિક્ષણવિદ પ્રાચાર્ય, અગ્રણીશ્રી ડોક્ટર, પ્રાથમિક શાળાના આચાર્ય તથા વિવિધ શાળાના શિક્ષકો, કલાકારો, ડાંગ જિલ્લા યુવા પ્રાંત વિકાસ અધિકારી, નિવૃત્ત ગ્રંથપાલ તથા ડાંગ કલા યુવક મંડળના પ્રમુખએ હાજર રહી, કલાકારને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વકૃત્વ, નિબંધ, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, પાદપૂર્તિ, ભજન, લોકગીત, એકપાત્ર અભિનય, દૂહા-છંદ-ચોપાઈ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, લોકવાર્તા, લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાધ સંગીત, સમૂહગીત, વગેરે 15 કૃતિઓમાં અ-બ અને ખુલ્લા વિભાગમાં 45 કૃતિના 180 કલાકારોએ ભાગ લીધો હતો. તાલુકા વિજેતા પ્રથમ ત્રણ વિજેતાઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500