ડાંગનાં આહવા તાલુકાનાં ધૂળચોંડ ગામનાં યુવાનનું પરિવારજનો દ્વારા લગ્ન ન કરી આપતા આ યુવાનની લાશ પ્રેમિકાનાં ગામ ગૌર્યામાં ખેતરમાં વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આહવા તાલુકાનાં ધૂળચોંડ ગામે રહેતા વિશાલભાઈ કમલેશભાઈ રાઠોડને ગૌર્યા ગામનાં કુંભીપાડા ગામે રહેતી હેતલ સાથે આજથી એક વર્ષ પૂર્વે પ્રેમસંબંધ બંધાયો હતો.
જયારે વધુમાં આ બંને પ્રેમી-પંખીડાઓ પરિવારને અવગણીને સાથે જ રહેતા હતા અને વિશાલ રાઠોડનાં માતા-પિતા દ્વારા થોડા સમય પછી લગ્ન કરવાનું કહેતા હતા. પરંતુ તેઓ માનતા ન હતા અને વિશાલભાઈ રાઠોડ રાત્રિનાં 11 વાગ્યાનાં અરસામાં મોટાભાઈની બાઈક પર સવાર થઈ ગૌર્યાનાં કુંભીપાડામાં હેતલને મળવા ગયો હતો.
જોકે વિશાલ રાઠોડે ગતરોજ ગૌર્યા ગામનાં કુંભીપાડા ફળિયાનાં જાનુભાઈ ગાવિતનાં ખેતરનાં દૂર સાગનાં વૃક્ષ પર ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500