અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ અધિક્ષક, આહવા-ડાંગનાં ઓએ ડાંગ જિલ્લાનાં મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ, જે મિલ્કત સંબંધી ગુનાઓ સત્વરે ડિટેક્ટ કરવા સારૂ સૂચના આપેલી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સ્ટાફ સાથે આહવા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિંચલી આઉટ પોસ્ટ વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં વોચ તપાસ અને નાકાબંદી પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન બીબુપાડાગામ પાસે જાહેર રોડ ઉપરથી પંકજ ઉર્ફે પંકુ ગાયકવાડને પકડી પાડી બીબુપાડાગામેથી તેમજ ધવલીદોડગામેથી મોટરસાયકલ પૈકી એક HF-Deluxe મોટરસાયકલ અને બે હોન્ડા સ્ટનર મોટરસાયકલ એમ ત્રણ મોટર સાયકલોની આર.સી.બુક, બીલ તેમજ રસીદ, કે કોઇ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ ત્રણેય મોટર સાયકલ ક્યાંથી લઇ આવેલા છે તે અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો અને ગલ્લાતલ્લા કરી ઉડાઉં જવાબ આપતો હતો.
જેથી ત્રણેય મોટર સાયકલ ચોરી અને છળકપટથી મેળવેલું હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. જેથી ત્રણેય મોટર સાયકલની કુલ કિંમત રૂપિયા 50,000/- જેટલી ગણી CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબ્જે કરી હતી. આરોપી પંકજ ઉર્ફે પંકુ રામદાસ ગાયકવાડ (ઉ.વ.23, રહે.બરડીપાડાગામ, પોસ્ટ.ખાંભલા, તા.સુબીર, જિ.ડાંગ) વિરૂદ્ધ CRPC કલમ-41(1)D મુજબ આગળની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500