ડાંગ જિલ્લાનાં આહવા ગામનાં ૬૦ વર્ષીય વૃદ્ધ ગુમ થયા હતા. ગુમ થનાર નામે ચંદુભાઈ ગંગારામભાઈ પવાર દેખાવે ઘઉંવર્ણ, ચહેરો લંબગોળ, ઊંચાઈ ૫.૫ ફૂટ છે. શરીરે મરૂન કલરનો શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી અને ડાંગી ભાષાના જાણકાર છે. ચંદુભાઈ પવાર પત્નીના મરણ બાદ એકલવાયું જીવન જીવે છે. માનસિક રીતે નબળા પડી જવાથી ગત તારીખ ૨૧ નવેમ્બરના ૨૦૨૪ના રોજ ઘરેથી ક્યાંક નીકળી ગયા છે. ઉક્ત વર્ણનવાળા વ્યક્તિ જો આપના શહેર તથા જિલ્લા વિસ્તારમાં મળે તો, આહવાના પોલીસ કંટ્રોલ રૂમ.૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલિસ સ્ટેશનનો ૦૨૬૩૧-૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application