મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં લેકવ્યુ અપાર્ટમેન્ટમાં ઘરનાં મકાનનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં પ્રવેશ કરી લાકડાનાં કબાટમાંથી રૂપિયા 7 લાખની રોકડ રકમ ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ ફરાર થઈ ગયાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં લેકવ્યુ અપાર્ટમેન્ટમાં રહેતા ડો.શાહીદા મોબેઝ કાગળવાળા (ઉ.વ.૬૮)નાઓ જોષી હોસ્પિટલ તથા રીધમ હોસ્પિટલમાં અને વ્યારા જનરલ હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. જોકે તારીખ 16/03/2025 નારોજ બપોરના સમયે કલાક 13:30થી કલાક 17:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઈસમ ડો.શાહીદા કાગળવાળાના ઘરનાં મકાનનાં મુખ્ય દરવાજાને તાળું મારેલ હતું.
પરંતુ અજાણ્યા ચોર ઈસમે મુખ્ય દરવાજાનો કોઇ સાધન વડે નકુચો ઉખેડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં પ્રવેશ કરી લાકડાનાં કબાટમાંથી રૂપિયા 500/-નાં દરની ચલણી નોટોનાં બંડલ આશરે રોકડા રૂપિયા 7,00,000/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ડો.શાહીદા મોબેઝ કાગળવાળાએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500