કામરેજના નવાગામની સીમમાં દુકાનમાં જુગાર રમી રહેલા ૮ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળેથી ૧.૩૧ લાખ રોકડા અને ૬૯ હજારના ૮ મોબાઇલ ફોન મળી કુલ ૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, વિષ્ણુ કુંભાર નામનો ઈસમ કામરેજના નવાગામની સીમમાં આવેલા ગોલ્ડન પ્લાઝાના બીજા માળે કેટલાક માણસો સાથે ગંજીપાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યો હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી.
જે બાતમી અનુસંધાને કામરેજ પોલીસે સ્થળ પર છાપો મારતા આકસ્મિક આવી પહોંચેલી પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે કોર્ડન કરીને ૮ જુગારીઓને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે સ્થળેથી ૧.૩૧ લાખ રોકડા અને ૬૯ હજારના ૮ મોબાઈલ ફોન મળી કુલ २ લાખનો હતો. ત્યારબાદ પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં નીકુંજ કુમાર ચૌહાણ (રહે.ખોલવડ, તા.કામરેજ), શશીકાંત વિષ્ણુકુંભાર, રાજ હર્ષદ પટેલ, અવિનાશ વિજય ચેખલીયા, સંદીપ ગુણવંત પવાર, ચંદુ નારણ જોષી, હિમાંશુ બાબુ પટેલ અને ધર્મેન્દ્ર કાનજ પટેલ (તમામ રહે.કામરેજ)ને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500