કામરેજનાં વેલંજા ગામની ૨૧ વર્ષીય યુવતી ઘરેથી નોકરી પર ગયા બાદ ગુમ થઇ હતી. સમગ્ર મામલે પરીવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈ ભાળ નહીં મળતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. મળતી માહિતી મુજબ, મુળ જામનગર જિલ્લાનાં કાલાવડના વતની અને હાલ કામરેજનાં વેલંજા ગામે રાજનંદની સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષીય ખુશીબેન દીપકભાઈ ઠાકર પોતાનાં રોજીંદા નિત્યક્રમ અનુસાર નોકરી પર જવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે સમય વિત્યે યુવતી ઘરે પરત નહીં ફરતા પરીવારજનો દ્વારા સગા સંબંધીઓ સહિત આસપાસનાં વિસ્તારમાં તપાસ કર્યા બાદ પણ ખુશીબેન મળી નહતી. જેથી પરીવાર જનો આશ્ચર્યમાં મુકાયા હતા. પરીવાર જનોને ખુશીબેનની કોઈ ભાળ નહીં મળતા પરીવારે અંતે કામરેજ પોલીસ મથકે ફરીયાદ કરી હતી. ઘટના અંગે કામરેજ પોલીસે હાલ ગુમની ફરિયાદને આધારે ખુશીબેનની શોધ ખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application