સુરત જિલ્લાનાં કામરેજના હલધરૂ ખાતેથી પોતાના વતન જવા નીકળેલો ૨૨ વર્ષીય યુવક ગુમ થઇ જતા કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કામરેજના હલધરૂ ખાતે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો અને મૂળ એમપીના મુરૈના જિલ્લાના બુધારાનો રહેવાસી ૨૨ વર્ષીય લખનસિંહ શિવસિંહ કુશવાહ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે લખનસિંહે તેમના પિતા શિવસિંહને ફોન કરી પપ્પા હું ઘરે આવું છું તેમ જણાવી પોતાના વતન એમપી જવા માટે ઘરેથી નીકળી ગયો હતો. જોકે સમય વિત્યે લખનસિંહ પોતાના વતન નહીં પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. તેણે લખનસિંહની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો નહીં લાગતા કામરેજ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationતારાપુર વાસદ રોડ ઉપર વાહન અડફેટે બાઈક ચાલકનું મોત
March 16, 2025રાજકોટમાં બંધ ઘરમાંથી રૂપિયા 6.60 લાખના ઘરેણા ચોરી થઈ
March 16, 2025લીંબાયત પોલીસે 3.94 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરી
March 16, 2025