Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડી ગામમાં મળેલ અજાણ્યો પુરુષનો મૃતદેહ કપરાડાનો મજૂરનો નીકળ્યો

  • March 26, 2025 

વાપીના પારડી ગામનાં હનુમાન ડુંગરી વિસ્તારમાં દીપકભાઈની વાડીની પાસે ઉમરાના ઝાડ નીચે એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં તેની ઓળખ અજ્ઞાત હતી. જોકે પોલીસ અધિકારી પી.એસ.આઈ.ના નેતૃત્વ હેઠળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ સીતારામભાઈ બાબુભાઈ બોબા (રહે.ગામ મેણઢા, દેહવારપાડા, તા.કપરાડા, જિ.વલસાડ) તરીકે થઈ હતી. જેની ઉંમર આશરે ૪૫થી ૫૦ વર્ષની ઉંમરની હોવાનું જણાયું હતુ. તે છૂટક મજૂર તરીકે કામ કરતા હતા. અને પારડી છૂટક મજૂરી માટે આવ જાવ કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ સીતારામે આત્મહત્યા કર્યાનું તારણ છે. તેણે કોઈક કારણસર પોતાના જ કપડાથી ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application