ભરૂચનાં વાલીયા ચોકડી આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડીમાંથી શંકાસ્પદ PREGABALIN કેમીકલ પાઉડર ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડી જોડે હાજર બે ઇસમોને પણ પકડી કુલ રૂપિયા 8.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ SOG પી.આઈ. અને પી.એસ.આઈ. પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા. તે સમયે માહિતીનાં આધારે વાલીયા ચોકડી આશિર્વાદ હોટલ પાસે એક બોલેરો પીકઅપ ગાડી ચેક કરતા તેમાં બે નંગ ડ્રમમાં PREGABALIN કેમીકલ પાવડર 50 કિ.ગ્રા. જેની કિંમત રૂપિયા 1,60,000/-નો મળી આવ્યો હતો.
ઘટના અંગે પોલીસે ત્યાં હાજર કર્મિરામ વિરારામ હોતીજી અને રામમિલન દૂનમૂન ઓરી રાજપુતને તેના ખરીદ બીલ અને આધાર પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી એસ.ઓ.જી. પોલીસ ટીમે તેમના વિરુદ્ધ CRPC કલમ 102 મુજબ PREGABALIN કેમીકલ પાવડર 50 કિ.ગ્રા. કિ.રૂ.1,60,000, એક બુલેરો પિકઅપ ગાડી કિંમત રૂપિયા 7 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 8,70,000/-નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબ્જે કરીને બંને ઇસમો વિરુદ્ધ CRPC કલમ 41(1)ડી મુજબ અટક કરીને તેમની પૂછતાછ કરાઈ હતી.
જેમાં રામમિલને જણાવ્યું હતું કે, તેઓ પાનોલી GIDCમાં આવેલા પ્રકાશ કેમિકલ્સમાંથી માલ ભરી મુંબઇ ખાલી કરવા નીકળ્યા હતા. જેમાં રસ્તામાં અન્ય ઇસમ કર્મિરામે બે ડ્રમમાંથી ઓરિજિનલ માલ કાઢી અને તેમા સફેદ મિઠું ભરી મુંબઇ ખાતે ખાલી કરી દીધું હોવાથી જે બાબતે પ્રકાશ કેમિકલ કંપનીને જાણ કરતા રીકવર કરેલા માલ તેઓનો જ હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે પાનોલી પોલીસ મથકમાં ખાતે કલમ 407 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પાનોલી પોલીસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500