ભરૂચનાં દહેજ નજીક આવેલાં લખીગામ ખાતે આવેલી બિરલા કોપર ટાઉનશીપમાં રહેતાં અને મુળ શુક્લતીર્થના વતની રાજેન્દ્રસિંહ અર્જૂનસિંહ રાજ ગત તા.2 ફેબ્રુઆરીએ મેડિકલ કામ અર્થે વહેલી સવારે જ ભરૂચ આવ્યાં હતાં. તે દરમિયાન શુક્લતીર્થ ગામે તેમના સંબંધીને ત્યાં બાબરીનો પ્રસંગ હોઇ ત્યાં જવાનું હોવાથી તેમની પત્નીને ભરૂચ બોલાવી લીધી હતી. જોકે તેમની પત્નીએ ઘરને તાળું મારી સાંજના સમયે ભરૂચ આવવા નીકળી ગઇ હતી. ત્યારબાદ તેઓ તેમના ગામે ગયાં હતાં અને પ્રસંગમાં હાજરી આપ્યાં બાદ ગતરોજ બપોરનાં સમયે તેઓ બિરલા કોપર કંપનીએ તેમના ઘરે આવતાં તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હોવાનું જણાયું હતું.
જોકે ચોરીની ટાઉનશીપનાં સિક્યુરીટી ડિપાર્ટમેન્ટને જાણ કરતાં તેઓ આવી પહોંતાં તેમને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર હોવા સાથે કબાટનો તમામ સામાન ફંફોસી તેમાંથી રોકડા રૂપિયા 1.25 લાખ તેમજ સોનાના દાગીનાં મળી કુલ રૂપિયા 1.87 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application