ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં બે દુકાનદારને પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરનાં ગડખોલ ગામની ચંડાલ ચોકડીની બાજુમાં આવેલ મહેન્દ્ર નગરમાં એક દુકાનમા વેપારી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરમાંથી ગેસ રીફિલિંગ કરી રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગેસ રીફિલિંગ કરતાં વેપારીને ત્રણ નંગ સિલિન્ડર અને વજન કાંટો તેમજ રીફિલિંગ પાઇપ મળી કુલ 7 હજારથી વધુના મુદ્દામલ સાથે મહેન્દ્ર નગરમાં રહેતો ઉદયકુમાર કુલદીપ મંડલને ઝડપી પાડ્યો હતો. તો આવી જ રીતે દહેજ પોલીસે બાતમીના આધારે જોલવા ગામની ગોકુળધામ રેસિડેન્સીમાં પિરૂજી ગેસ નામની દુકાનમા ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને સ્થળ પરથી ગેસના સિલિન્ડર નંગ-3 અને રીફિલિંગ પાઇપ મળી કુલ 5 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગ્રામ પંચાયતની બિલ્ડિંગમાં રહેતો વેપારી કમલેશકુમાર નારાયણલાલ કલાલને ઝડપી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application