આમોદ તાલુકાનાં કરેણા ગામે રહેતાં એક શખ્સ સાથે ટ્રેક્ટર ઉભુ રાખવા બાબતે ફળિયામાં રહેતાં એક દંપતિએ ઝઘડો કરી તેમને મારમારી ઇજાઓ પહોંચાડી હતી જેથી આસપાસના લોકોએ તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આમોદ તાલુકામાં આવેલાં કરેણા ગામે સ્વામીનારાયણ ખડકીમાં રહેતો કેતન રમેશ પટેલ તેના ઘરે હતો. તે સમયે સવારનાં સમયે તેમના ફળીયામાં રહેતાં સુનિલ મુળજી ભટ્ટ તેમની ક્રેટા કાર લઇને ફળિયામાં આવી રહ્યાં હતાં.
તે દરિયાન તેમને સુનિલ મુળજી ભટ્ટ તેના ઘરે હોઇ તેણે સુનિલને તમારૂ ટ્રેક્ટર અહીં કેમ મુકો છો તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. જેથી મામલો ગરમાતાં સુનિલે કેતન સાથે ઝપાઝપી કરી હતી અને તે સમયે સુનિલની પત્ની ત્યાં આવી પહોંચતાં દંપતિએ એકસંપ થઇ તેની સાથે ઝપાઝપી કરી હતી. જોકે સુનિલે નજીકમાં પડેલી ઇંટ છુટ્ટી મારી દેતાં કેતને ગંભીર ઇજાઓ થઇ હતી અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application