Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : છૂટાછેડા થયા બાદ હેરાન કરનાર પૂર્વ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • October 20, 2022 

ભરૂચનાં નવજીવન સ્કુલ પાછળ રચના પાર્કમાં છૂટાછેડા થયા બાદ પૂર્વ પતિ દ્વારા મહિલા સાથે ઝઘડો કરી હેરાન કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા આવી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચનાં નવજીવન સ્કુલ પાછળ રચના પાર્કમાં રહેતી આરતીબેન રમેશ વસાવાના ભોલાવના કુદરત ઓટો ગેરેજ બ્રિજની બાજુમાં જૂની મસ્જીદ ફળીયામાં રહેતા રોની નવરંગ રજવાડી સાથે એક વર્ષ આગાઉ છૂટાછેડા થયા હતા.




જોકે છૂટાછેડા બાદ પણ મહિલાને એનો પૂર્વ પતિ હેરાન કરતો હતો જોકે ગત તા.16મી ઓક્ટોબરનાં  રોજ મહિલાને આંતરી તેની સાથે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા પૂર્વ પતિએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application