ભરૂચનાં વાગરા તાલુકાનાં અંભેટા ગામે દશામા મંદિર પાસે પતરાની કેબીનમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફીલિંગનું કૌભાંડ પોલીસની ટીમે ઝડપી પાડ્યું હતું. જોકે પોલીસે સંચાલકની ધરપકડ કરી 4 ગેસનાં બોટલ સહિત કુલ 13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામે દશામા મંદિર પાસે એક શખ્સ પતરાનું કેબીન બનાવી તેમાં ગેરકાયદે રીતે ગેસ રિફિલ કરવાનું કૌભાંડ હોવાની બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં વસંત દલપત ગોહિલ નામનો શખ્સ તેની કેબીનમાં લાકડાનાં ટેબલ પર ઇન્ડેન કંપનીનો ગેસનો બોટલ ઉંધો મુકી રીફીલિંગ પાઇપથી અન્ય એક ભુરા કલરનાં ગેસનાં બોટલમાં ગેસ ભરતો ઝડપાઇ ગયો હતો. જોકે પોલીસ ટીમે તેની પાસે ગેસ બોટલ રાખવા તેમજ રીફીલિંગ કરવા અધિકૃત પરવાનાની માંગણી કરતાં તે નહીં મળતાં ટીમે સ્થળ પરથી નાના-મોટા 4 બોટલ, વજન કાંટો તેમજ પાઇપ સહિત કુલ 13 હજાર ઉપરાંતની મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application