ભરૂચનાં ઝઘડિયાથી વાલિયા રોડ પર ધારોલી ચોકડી નજીક એક ફોર વ્હીલ ગાડી અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ઝઘડિયા GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ, વાલિયાનાં ચોરામલા ગામે રહેતો યુવક પરેશ રમણભાઈ વસાવા ઝઘડિયા GIDCની એક કંપનીમાં નોકરી કરે છે. જયારે પરેશ વસાવા તારીખ 6નાં રોજ સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં તેની બાઇક લઇને ઝઘડિયા GIDCમાં નોકરીએ જતો હતો. તે વાલિયાથી તલોદરા વચ્ચેના રોડ પરથી પસાર થતો હતો.
તે સમયે ધારોલી ચોકડી પાસે એક કાર ચાલકે પરેશ વસાવાની બાઇક સાથે કાર અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પરેશ બાઈક સાથે ફંગોળાઈ ગયો હતો. અકસ્માત બાદ ચાલક ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત પરેશે અકસ્માત બાદ ભાગી છૂટેલી ગાડીનો નંબર જોઈ લીધો હતો. ઈજાગ્રસ્ત પરેશને વાલિયા CHC કેન્દ્ર પર પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયો હતો. તેને જમણા પગના પંજામાં ફેક્ચર તેમજ કમર પર ડાબા ભાગે સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માત અંગે પરેશ વસાવાએ ઝઘડિયા GIDC પોલીસમાં ભાગી છૂટેલ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application