Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગારીઓ ઝડપાયા : મકાનની છત ઉપર જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

  • July 27, 2023 

ભરૂચનાં જંબુસરથી કાવી રોડ ઉપર આવેલ દહેગામ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનની છત ઉપર જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂપિયા 1.15 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જયારે એક ફરાર થઇ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ એલ.સી.બી.નો સ્ટાફ જંબુસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, જંબુસરથી કાવી જતા રોડ ઉપર આવેલ દહેગામની સીમમાં ખેતરમાં બનાવેલ પાકા મકાનની છત ઉપર જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાઅને પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 18 હજાર અને ચાર બાઈક મળી કુલ રૂપિયા 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારી સુલેમાન ઇસ્માઇલ પટેલ, સઇદ ફતેસંગ મલેક અને સલીમ ઉદેસંગ રાજ, વાઘજીભાઇ ધુળાભાઇ ઠાકોરને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application