Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાકરોલ બ્રિજ પાસેથી ચોરીની રીક્ષા લઈ જતાં બે ઈસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • October 21, 2022 

અંકલેશ્વરમાં હાલમાં જ કાર્યરત થયેલા પાનોલી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ અને તેમની ટીમ બાકરોલ બ્રિજ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન સુરત તરફથી પૂરઝડપે આવતી રીક્ષાને અટકાવી હતી. જેના રીક્ષા ચાલક પાસે રીક્ષાના જરૂરી દસ્તાવેજો અને પુરાવા માંગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે પોલીસે શંકા જતા પોલીસ પોકેટ ડાયરી વડે રીક્ષા આર.ટી.ઓ નંબર અને ચેચિસ નંબર આધારે ચેક કરતા રીક્ષા સુરત કડોદરા વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું.




જેના આધારે પોલીસે રીક્ષા ચાલક રાહુલ અશોક ગામીત (રહે.કઠોર, કામરેજ)  અને રીક્ષામાં પાછળ બેસેલા મુસ્તુફાખાન ફકીર ખાન પઠાણ (રહે.ભેસ્તાન,ડીંડોલી) નાની આકરી પૂછપરછ કરતાં રીક્ષા તેમણે કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાંથી મકાન નંબર 285 આગળથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ, પોલીસે બંનેની અટકાયત કરી ચોરીની રીક્ષા અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application