વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં અરજી રૂમમાં એ.સી.બી.ની ટીમે લાંચનું છટકું ગોઠવી મંગળવારે રૂપિયા 50 હજારની લાંચ લેતા બે કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી લીધા હતા. જોકે નાણાંકીય લેતી-દેતીની અરજીમાં ફરિયાદી સામે કાર્યવાહી કરી લોકઅપમાં ના રાખવા માટે આરોપી કોન્સ્ટેબલોએ પૈસાની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે એ.સી.બી.ને જાણ કરતા કાર્યવાહી કરાઈ હતી. મળતી માહિતી મુજબ, એ.સી.બી.એ રૂપિયા 50 હજારની લાંચની રકમ સ્વીકારનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ડાભી (ઉ.વ.30) અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ અમરસિંહ ઝાલા (ઉ.વ.૫૧)નાંઓની ધરપકડ કરી હતી.
જોકે એ.સી.બી.માં થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી વિરૂદ્ધ નાણાંકીય લેતી-દેતી મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. આ અરજી મામલે પોલીસે ફરિયાદી વિરૂદ્ધ 151 કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી મુજબ ફરિયાદીને લોકઅપમાં ના રાખવા તેમજ તરત જ કોર્ટમાં રજૂ કરવા માટે બંને આરોપી પોલીસ કોન્સ્ટેબલોએ રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહનો કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી રાઈટર હોવાનું તેમજ લાંચની રકમ તેણે સ્વીકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application