Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ : ફોર્ચ્યુન એમ્પાયર નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બિલ્ડીંગના કામ સમયે ભેખડ ધસી પડતા ત્રણના મોત

  • September 11, 2023 

અમદાવાદના નરોડા રિંગ રોડ ઉપર હંસપુરા પાસે આવેલી ફોર્ચ્યુન એમ્પાયર નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બિલ્ડીંગનું અંડર ગ્રાઉન્ડ બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું, જેથી બપોરના સમયે એકાએક ભેખડ ધસી પડતા આસપાસના લોકો અને ત્યાં કામ કરતા અન્ય મજૂરો ભેગા થઇ ગયા હતા. લોકોએ તપાસ કરતા ભેખડ પાસે કામ કરતા ત્રણેક મજૂરો દટાયા હોવાની જાણ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ ભેગા મળીને દટાયેલા ત્રણેય શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. સારવાર દરમિયાન મહિલા સહિત ત્રણેય શ્રમિકોના મોત થયા હતા. બનાવ અંગે નરોડા પોલીસે અક્સમાતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે. નરોડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરના જણાવ્યા મુજબ, નરોડા રિંગ રોડ ઉપર હંસપુરા પાસે આવેલી ફોર્ચ્યુન એમ્પાયર નામની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બિલ્ડીંગનું અંડર ગ્રાઉન્ડ બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું.



દરમિયાન વરસાદના કારણે માટી ભીની થઇ હોવાથી અચાનક ભેખડ ધસી પડી હતી જેના કારણે ૪૦  ફૂટ ઉડા ખાડામાં માટી નીચે એક મહિલા સહિત ત્રણ શ્રમિકો દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી હતી. જોકે સ્થાનિક લોકોની મદદથી તમામને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની તપાસ દરમિયાન વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી માટી ભીની થતાં ભેખડ પડી હોવાનું જાણવા મળ્યું હતુ. બીજી તરફ  ઘટનાની જાણ થતા નરોડા પોલીસનો કાફલો પહોંચ્યો હતો. પોલીસે આ બનાવ અંગે હાલ તો અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ ઘટનામાં બિલ્ડર સહિત જવાબદારોની બેદરકારી હતી કે કેમ તે બાબતે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application