સુરત શહેરના ભટારનાં શિવાની એપાર્ટમેન્ટમાં દરોડા પાડી પોલીસે 2480.06 ગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાની યુવાનને ઝડપી પાડી કુલ રૂપિયા 12.40 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીનસી પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્રોઇડરીના ધંધામાં ભાગીદારે પોતાની સાથે છેતરપિંડી કરતા 8થી 9 લાખ રૂપિયાનું દેવું થઇ જતા પાંચ-છ મહિનાથી નશીલા પદાર્થ અફીણનો ધંધો શરૂ કર્યો હોવાની કબૂલાત કરી હતી.
ખટોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ભટારના શ્રીરામ માર્બલની સામે શિવાની કોમ્પ્લેક્ષના ફ્લેટ નં.ડી/304 માં રહેતા હનુમાનરામ છોટુરામ ચૌધરી (ઉ.વ.40., મૂળ રહે. મોરેરા, તા. મેડતા. નાગોર, રાજસ્થાન)ને ત્યાં દરોડા પાડયા હતા. ફ્લેટમાં સર્ચ દરમિયાન પોલીસને 2480.06 ગ્રામ અફીણ કિંમત રૂ.12.40 લાખ, ઇલેક્ટ્રીક વજન કાંટો રૂ.2 હજાર, ગ્રાહકોને અફીણ પેક કરી ડિલીવરી આપવા માટેની 98 નંગ થેલી અને મોબાઇલ વિગેરે મળી કુલ રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પોલીસે હનુમાનરામ વિરૂધ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી. હનુમાનરામે કબૂલાત કરી હતી કે, અગાઉ સચિન અને સચિન જીઆઇડીસી વિસ્તારમાં ટેમ્પો ચલાવતો હતો. ત્યારબાદ ટેમ્પો વેચી દઇ ભાગીદારીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યુ હતું. પરંતુ ભાગીદાર દ્વારા પોતાની સાથે છેતરપિંડી કરતા અંદાજે 8થી 9 લાખ રૂપિયાનું દેવુ થઇ ગયું હતું. જેથી દેવુ ચુકતે કરવા અને આર્થિક રીતે સધ્ધર થવા માટે છેલ્લા પાંચ-છ મહિનાથી વતન રાજસ્થાનથી બસ અને ટ્રેનમાં જાતે જ અફીણની હેરાફેરી કરી છૂટકમાં વેચાણ કરવાનું ચાલુ કર્યુ હોવાની કબૂલાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application