નવસારી કૃષિ યુનિવર્સિટી નજીક રીક્ષા ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. તેનું ચાર દિવસની સારવારના અંતે સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. મહારાષ્ટ્રનાં ધુળેમાં રહેતા ચંદ્રશેખર વિક્રમ વાઘે જલાલપોર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે તેમનો પુત્ર યશ હેમંત વાઘ ગત તા.27મી જાન્યુઆરીના રોજ બાઇક નંબર GJ/21/BS/3676 ઉપર એરૂ ચાર રસ્તાથી વિજલપોર જઇ રહ્યો હતો.
તે દરમિયાન કૃષિ યુનિવર્સિટીમાં પહેલા ગેટની સામે યશ બાઇક લઈને પસાર થતો હતો ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે પૂરઝડપે વાહન હંકારી લાવી યશની બાઇકને ટક્કર મારી હતી. જેને પગલે યશ રોડ પર પટકાતા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર દરમિયાન યશનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application