અંકલેશ્વર પાલિકાએ વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરી શિવ કોમ્પલેક્ષ ખાતે નિર્માણાધીન 2 સિનેમા ગૃહ અને હોલનાં રૂપિયા 6.50 લાખનો વેરો બાકી હતો. પાલિકાની વેરા વસુલાતની ટીમે બંનેયને સીલ કરતા વેરા બાકીદારોમાં ફાફડાટ ફેલાઈ ગયો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં વેરો બાકી અંગેની વસુલાત તેજ કરતા અગાઉ પાલિકા દ્વારા સિગ્નેચર ગેલેરીયામાં 5 દુકાનો સંચાલકોએ વેરો નહિ ભરપાઈ કરવા બદલ સીલ કરી હતી.
જયારે પાલિકાની વિવિધ ટીમો દ્વારા હાલ સ્થળ પર પહોંચી કડક વેરા વસુલાતની કાર્યવાહી કરાઈ કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જૂની જ્યોતિ સિનેમાના સ્થાને નિર્માણ પામેલા શિવ કોમ્લેક્ષમાં આવેલા બે થિયેટર અને 2 હોલના રૂપિયા 6.50 લાખનો બાકી પડતો વેરો નહિ ભરવામાં આવતા પાલિકા દ્વારા સ્થળ પર નોટિસ ફટકારી હતી.
ત્યારબાદ પણ માલિકો દ્વારા બાકી વેરો નહિ ભરતા હાઉસ ટેક્સ વિભાગના આશીફ શેખ, ઈજનેર અલ્કેશ અમદાવાદી તેમજ અન્ય કર્મચારીની હાજરીમાં બે થીયેટર અને બે હોલને સીલ કરાવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત ટીમ દ્વારા હાલ બાકી પડતા વેરાને લઇ પાણી અને ડ્રેનેજ કનેક્શન સહીત મિલકત સીલ કરવાની શરૂઆત કરી છે. જે આગામી દિવસોમાં પણ બાકી પડતા વેરા માટે મિલકત સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે તેમ ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ એક વાતચીતમાં જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500