Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં નશાકારક માદક પદાર્થ સાથે દંપતિ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

  • August 31, 2023 

ભરૂચ એસ.ઓ.જી., પી.આઈ. પોતાની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કાનુગાવાડ બાવરી, કતોપોર બજારમાં રહેતા આરોપી મો.સલીમ ઉર્ફે જીન્ડો ગુલામનબી શેખ તથા તેની પત્ની સબીનાબાનુ ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી)નો જથ્થો કારમાં ભરીને વડોદરા તરફથી ભરૂચ તરફ આવી રહ્યા છે. જેના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર વોચ ગોઠવી અસુરીયા પાટિયા નબીપુર નજીકથી કારને ઝડપી પાડી કારમાંથી અંગ કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી) કુલ-14 ગ્રામ 71 મીલીગ્રામ કિ.રૂ.1.47લાખ, સોનાના દાગીના તથા લગડી મળી કુલ કિ.રૂ.4.64 લાખ રોકડા રૂપિયા 65 હજાર, 1 નંગ મોબાઈલ અને એક કાર મળીને કુલ રૂપિયા 12 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને મોહમદ અતીક (રહે.ચોક બજાર, સુરત)નાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application