Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓકટોબરથી શરૂ થયેલ ખાંડ મોસમનાં પ્રથમ ત્રણ મહિનામાં ઘટ જોવા મળી

  • January 03, 2024 

ઓકટોબરથી શરૂ થયેલી 2023-24ની ખાંડ મોસમના પ્રથમ ત્રણ મહિનામાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 7.60 ટકા ઘટી 1.12 કરોડ ટન રહ્યાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં નીચા ઉત્પાદનને પરિણામે સાકરના એકંદર ઉત્પાદનમાં ઘટ જોવા મળી રહી છે, એમ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીઝના સુત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રનું ઉત્પાદન ગયા વર્ષના ઓકટોબરથી ડિસેમ્બરમાં ૪૭.40 લાખ ટનની સામે વર્તમાન મોસમના આ ગાળામાં ઘટી 38.20 લાખ ટન રહ્યું છે જ્યારે કર્ણાટકમાં આ આંક 10 ટકા જેટલો નીચો રહી 24 લાખ ટન રહ્યો છે.



બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ઉત્પાદન 12.50 ટકા વધી 35 લાખ ટન રહ્યું છે. 2023માં ચોમાસાની નબળી સ્થિતિને કારણે શેરડીના ઉત્પાદન પર અસર પડી હતી, જેને કારણે ખાંડની માગ કરતા ઉત્પાદન નીચું રહેવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ભારતે છેલ્લા 7 વર્ષમાં પહેલી વખત ખાંડની આયાત કરવાની ફરજ પડી શકે છે. મહત્વાકાંક્ષી બાયોફ્યુલ કાર્યક્રમમાં ખલેલ ન પડે માટે ભારત સરકારે 17 લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદનમાં વાપરવા માટે છૂટ આપી છે. સપ્ટેમ્બર 2023માં સમાપ્ત થયેલા ક્રોપ યરમાં દેશનું ખાંડ ઉત્પાદન 3.31 કરોડ ટન રહ્યું હતું અને ઓકટોબરથી શરૂ થયેલી નવી મોસમમાં આ આંક ઘટી 3.17 કરોડ ટન રહેવા અંદાજ મુકાયો છે. દેશમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા સરકારે આ અગાઉ જ તેની નિકાસ પર નિયમન લાગુ કરી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application